SHREE KHADAYATA SAMAJ SURAKSHA MANDAL VADODARA
 
FAQ

 

સ. સંસ્થાનો ઉદભવ કઈ રીતે થયો ?
એક સ્નેહી નું અવસાન થતા સ્મશાને ગયા હતા તેઓ ની અગ્નિદાહની વિધિ પૂરી થતા એક વડીલે તે કુટુંબની આર્થિક પરિસ્થિતિ અંગે રજુઆત કરતા હાજર રહેલ વ્યક્તિઓએ ફાળો નોધાવતા રૂ. 2000/- જેવી રકમ એકત્રિત થઇ. આ પ્રસંગ પરથી જ્ઞાતિજનો નું સંગઠન કરી અવસાન પામનાર સભાસદ ને મોટી રકમ આપી શકાય તેવો વિચાર આવતા આ સંસ્થા ની સ્થાપના થઇ.
 
સ. સભાસદ કોણ થઇ શકે?
ભારતમાં વસતા ખડાયતા જ્ઞાતિના કોઈપણ ભાઈ-બહેન કે જેઓની 25 - 65 વર્ષની વચ્ચે ની ઉંમર હોય તે વ્યક્તિ સભાસદ થઇ શકશે.
 
સ. આ યોજના નો હેતુ શું છે ?
આ યોજના સભાસદ નું અવસાન થતા તેના કુટુંબ ને સભાસદો તરફથી નાની રકમનો ફાળો આપી એકત્ર થતી મોટી રકમ આપવી.
 
સ. મરણોત્તર સહાય ઉપરાંત વધારાની સહાય મળે છે કે કેમ ?
સભાસદ થતી વખતે જેઓની ઉંમર ૫૦ વર્ષથી ઓછી હોઈ, પતિ-પત્ની બંને સભાસદ થયા હોઈ અને ૫૫ વર્ષ સુધીમાં પતિનું અવસાન થાય તો

(અ) પત્ની બીજા લગ્ન ન કરે તો, તેના કુટુંબને આર્થિક સહાય તરીકે રૂ. પ,૦૦૦/- પ્રતિ વર્ષ ૧૦ વર્ષ સુધી આપવા. અવસાન પામનારની ઉંમર ૪૦ કે તેથી ઓછી હોઈ તો આ સહાય ૧૫ વર્ષ સુધી આપવી.
 
(બ) વધુમાં તેઓના સંતાનોને (બે ની મર્યાદા) રૂ. પ,૦૦૦/- દરેક સંતાનને અભ્યાસ ચાલુ હોઈ ત્યાં સુધી શૈક્ષણિક સહાય આપવી.
 
(ક) પત્ની સભાસદ ના હોઈ અને પત્ની પછી સભાસદ બને તો આર્થિક સહાય તરીકે વાર્ષિક રૂ. ૧પ૦૦/- ૧૦ વર્ષ સુધી અને શૈક્ષણિક સહાય તરીકે બે સંતાનોને પ્રતિ વર્ષ રૂ. ર૦૦૦/- ની સહાય આપવી.
 

૨. તબીબી સહાય:

જે સભાસદે સભ્યપદના ૭ વર્ષ પુરા કર્યા હોય અને ગંભીર માંદગી કે ઓપરેશન ખર્ચ ૧ લાખથી વધુ થયો હોઈ તો તબીબી સહાય તરીકે રૂ. ૧પ,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય અંગે સંસ્થા પ્રતિ વર્ષ રૂ. ૨ લાખનું ફંડ ફાળવશે અને તે મર્યાદામાં લાભ આપશે. સભાસદને મેડીકલ સહાયનો લાભ માત્ર એક જ વાર મળશે.

 

  સ. વીમા કંપની કરતા આ યોજના કઈ રીતે જુદી છે?
 
  • આ યોજના માં મેડીકલ ની જરૂર નથી.
  •  
  • વીમા કંપનીનું પ્રીમીયમ DFCની રકમ કરતા વધુ હોય છે.
  •  
  • જ્ઞાતિજનોને આડકતરી રીતે પરસ્પર મદદરૂપ થવાય છે.
  •  
  • Death claim ઉપરાંત વધારાના લાભો પણ મળે છે.
  •  
  • કલ્યાણનીધી યોજના હેઠળ જરૂરિયાતમંદ સભાસદને આંશિક DFC સહાય અપાય છે.
  •  
  • જ્ઞાતિના સભાસદોની રકમ જ્ઞાતિ બંધુઓના લાભમાં ઉપયોગ થાય છે.
  •  
  • કોઈ એજન્ટને કમિશન, પગાર સ્વરૂપે રકમ અપાતી નથી અને વહીવટી ખર્ચ નહીવત છે જેથી રકમ જ્ઞાતી કે સંસ્થા બહાર જતી નથી.
  •    
    સ. કોર્પસ ફંડ શું છે તે કઈ રીતે પ્રાપ્ત થાય છે ?
    શ્રદ્ધાંજલિ ફાળો (DFC) સભાસદ થયા પછી ૨૫(જુના સભાસદ) અથવા ૩૦(નવા સભાસદ) વર્ષ સુધી જ ભરવાનો છે. સભ્ય થતાં આપેલ સભાસદ ફી અને દાખલ ફી તેને કોર્પસ કહે છે ત્યારબાદ મરનારના નોમિનીને મળવાપાત્ર રકમમાંથી નિયમ પ્રમાણેની રકમ કાપી જે ફંડ ઉભું કરવામાં આવે છે તેને કોર્પસ ફંડ કહે છે.
     
    સ. સભાસદ થવા માટે ફી નું ધોરણ અને ઉંમર કઈ છે ?
    સભાસદ થવા માટે હાલ 25 થી 65 વર્ષ ની ઉંમરની ભારતમાં રહેતી કોઈ પણ ખડાયતા પુરુષ અથવા સ્ત્રી સભાસદ થઇ શકે છે. સમાન હેતુ વાળી અન્ય સંસ્થાઓની સરખામણીમાં ફીનું ધોરણ ઘણું જ ઓછુ છે. સ્ત્રી સભાસદ થવા ઈચ્છે તો તે માટે લગ્ન પછીની કોઈ પણ સમય મર્યાદા નથી. પ્રતિ વર્ષ સંસ્થા સામાન્ય સભાના આદેશ પ્રમાણે ફીના ધોરણ અને ઉંમરની મર્યાદામાં ફેરફાર કરી શકે છે.
     
    સ. સંસ્થાના નાણાનું રોકાણ ક્યાં અને કઈ રીતે કરવામાં આવે છે?
    રાષ્ટ્રીયકૃત બેંક, રીઝર્વ બેંકના બોન્ડ કે જ્યાં ૧૦૦% સલામતી છે ત્યાં જ રોકાણ કરવામાં આવે છે.
     
    સ. સંસ્થા કોઈ ડોનેશન સ્વીકારે છે?
    સંસ્થા કોઈ ડોનેશન સ્વીકારતી નથી કે ડોનેશન આપતી પણ નથી.
     
    સ. મરણોત્તર સહાય મેળવવા માટેની વિધિ કેવી છે ?
    મરણોત્તર સહાય મેળવવા નોમિનીએ કેન્સલ ચેક, અવસાન પામનાર સભાસદના સભ્યપદ સર્ટીફીકેટ ની પાછળની વિગત અને મરણનું અસલ પ્રમાણપત્ર મોકલવાનું હોઈ છે. બીજી કોઈ અટપટી વિધિ કરવાની નથી.
     
    સ. સંસ્થામાં સભ્ય થતા નાણા ક્યાં અને કઇ રીતે ભરવાના હોઈ છે ?
    સભ્ય થવા માટે અરજી ફોર્મની સાથે પૈસા ભરવાની બેંક ઓફ બરોડા ની સ્લીપ મોકલવામાં આવે છે. CBS બ્રાન્ચ તથા BOB ની કોઈ પણ બ્રાન્ચમાં નાણા આપેલી સ્લીપથી ભરી શકાશે.
     
    સ. DFC ના નાણાં કયાં અને કઇ રીતે ભરવાના હોઇ છે?
    શ્રદ્ધાંજલિ ફાળાના નાણા(DFC)ભરવા પણ આ રીતે દર વર્ષે માર્ચ અને સપ્ટેમ્બર માસમાં પેમેન્ટ માટેની સ્લીપ મોકલવામાં આવે છે.
    • તમારી નજીકની BoB ની કોઈ પણ CBS શાખા માં, C કોપી મોકલવાની જરૂર રહેતી નથી.
    • HDFC Bank CMS account
    • IDBI Bank દ્વારા ઉપલબ્ધ ઓનલાઇન પેમેન્ટ.
    • પેમેન્ટ સ્લીપ.
    સ. સભાસદને DFC ભરવામાં આર્થિક મુશ્કેલી હોય તો તેમાં મદદ માટેની વ્યવસ્થા છે ?
    સભાસદ ને DFC ભરવામાં આર્થિક મુશ્કેલી હોઈ તો DFCભર્યા પછી મદદ માટે અરજી કરતા કલ્યાણનીધી ફંડમાંથી આંશિક મદદ આપવામાં આવે છે. હાલ ૪૦% થી ૫૦% રકમ મદદ તરીકે આપવામાં આવે છે.
     

    સ સંસ્થાની પ્રમાણભૂત કેટલી ?

    સંસ્થા ચેરીટી ટ્રસ્ટમાં નોધાયેલ છે. બંધારણ પ્રમાણે જ્ઞાતિના સભાસદો પારદર્શક વહીવટ કરે છે. સભાસદે D.F.C ફક્ત ૨૫ વર્ષ ભરવાની છે. ત્યારપછી તે સભાસદની DFC ની જવાબદારી માટે કોર્પસ ફંડ ઉભું કરવામાં આવે છે જે ગર્વમેન્ટ સીકયોરીટીમાં રોકવામાં આવે છે. અત્યાર સુધીના અવસાન થયેલ 610 સભાસદના કુટુંબને કલેઈમની રકમ ચૂકવી આપવામાં આવેલ છે. કોઈ સભાસદની આ અંગે ફરિયાદ નથી. તે સંસ્થાના ઉમદા અને સહકારભર્યા વહીવટને કારણે છે. નોમિનીને મોકલવામાં આવતી રકમ કઈ રીતે ગણત્રી કરેલ છે તેનો હિસાબ મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 100,000,000 જેવી રકમ નોમિનીને ચૂકવવામાં આવેલ છે.

     
    સ. ખડાયતા યુવક બિનખડાયતા સ્ત્રીને પરણે તો સભાસદ થઇ શકે ?
    ખડાયતા યુવક બિનખડાયતા છોકરીને પરણે તો તે ખડાયતા જ કહેવાય જે સભાસદ થઇ શકે છે.
     
    સ. યોજનાનું સંચાલન કઈ રીતે થાય છે ?
    સંસ્થાની નોધણી વડોદરા ચેરીટી કમિશનર શ્રીની કચેરીમાં થયેલ છે. યોજનાની મુખ્ય ઓફિસ વડોદરામાં છે. સંસ્થાની પોતાની માલિકીની ઓફિસ ધરાવે છે. ટ્રસ્ટીમંડળ, નિમાયેલા હોદ્દેદારો, પેટા સમિતિ તેમજ વિવિધ ગામ , શહેરના પ્રતિનિધિઓ સંચાલન કરે છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કરી ઓડીટ કરાવવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય સભામાં હિસાબો પાસ કરી ચેરીટી કમીશનર શ્રીને મોકલવામાં આવે છે. ઇન્ક્મટેક્ષ નું રીટર્ન પણ ભરવામાં આવે છે. સંસ્થાનું ૧૨Aનું રજીસ્ટ્રેશન થયેલું છે.
     
    સ. મરણોત્તર સહાય કઈ રીતે આપવામાં આવે છે ?

    સભાસદનું અવસાન થતાં તેના નોમિનીને સામાન્ય સભા, કારોબારીએ નક્કી કરેલ DFCરકમને હયાત સભ્ય સંખ્યાને ગુણી થતી રકમમાંથી નિયમ પ્રમાણે કોર્પસ કાપીને રકમ ૧૫ દિવસથી એક મહિનાના સમયમાં બે હપ્તે ચૂકવી આપવામાં આવે છે. પ્રથમ હપ્તો ૨૦ દિવસમાં મોકલી આપવામાં આવે છે.અને બીજો હપ્તો નોમિની હિસાબનો પત્ર સહી કરીને પરત મોકલતા 15 દિવસમાં મોકલી આપવામાં આવે છે.

     
    સ. મરણોત્તર સહાય DFC વર્ષ માં કેટલી વાર આવે છે? અંદાજીત કેટલી રકમ ભરવાની આવે છે?
    મરણોત્તર સહાય DFC વર્ષમાં બે વાર માર્ચ માસ અને સપ્ટેમ્બર માસમાં ભરવાની આવે છે. આ અંગે સભાસદને DFC નોટીસ પોસ્ટથી મોકલવામાં આવે છે. DFC સમયસર ભરવા માટે ખડાયતા જ્યોતિ ના માધ્યમથી તેમજ SMS અને whatsappથી જાણ કરવામાં આવે છે. DFCની રકમ આશરે રૂ. ૨૦૦૦ થી રૂ. ૨૪૦૦ જેવી હોય છે.
     
    સ. આર્થિક રીતે સક્ષમ જ્ઞાતિજનો વિચારે છે કે અમારે બે કે અઢી લાખ રૂપિયાની જરૂરિયાત ન હોઈ સભાસદ થવાની જરૂર નથી?
    • કોઈ પણ જ્ઞાતિજનોને તેમના ત્યાં અવસાન જેવા દુખદ પ્રસંગે આપણે કોઈ રકમની મદદ આપવા જવાના નથી અને જઈએ તો તે વ્યક્તિ આપણી મદદ માટેની રકમ સ્વીકારશે નહિ. આ સંસ્થા એક માધ્યમ છે સભાસદનો હક્ક છે અને આપણે તે રકમ અવસાન પામનાર સભાસદના કુટુંબીજનોને પહોંચાડીયે છીએ.
    • તમોને મળનાર મરણ પછીની રકમની જરૂરિયાત ન હોય તો દાન, પુણ્યમાં તે રકમ આપી શકો છો સંસ્થા તરફથી કલ્યાણનિધી ફંડ ઉભું કરવામાં આવેલ છે. જેના વ્યાજમાંથી આર્થિક રીતે જરૂરિયાતવાળા સભાસદોને DFCમાં મદદ આપવામાં આવે છે જેથી તમો કલ્યાણનિધીમાં પણ આંશિક અથવા પૂર્ણ રકમ આપી સેવાના સહભાગી થઇ શકો છો.
    • હાલ આપણે સભ્યનું અવસાન થતા તેના નોમીનિને રૂ. ૨૭.0૦/- પ્રમાણે રકમ આપીએ છીએ જયારે સભાસદ પાસેથી રૂ.24/- પ્રમાણે DFC લેવામાં આવે છે. હાલ રૂ. સવા બે લાખ જેવી રકમ આપી શકીએ છીએ. સભ્ય સંખ્યા વધતા તે કુટુંબને અઢી થી ત્રણ લાખ જેવી રકમ આપી શકાય જેથી આપનું સભ્યપદ મરણ પછી સભાસદને મળતી રકમ વધારવામાં મદદ કરશે.
    • વિધવા સહાય, શૈક્ષણિક સહાય, મેડીકલ સહાય, સંસ્થાના ભંડોળના વ્યાજની આવકમાંથી આપવામાં આવે છે. આપનો ફાળો પણ તે રકમમાં સમાયેલો છે જેથી તે મદદના સહભાગી થવાનો આનંદ પણ મેળવી શકો છો.
     
    સ. સભાસદને નોમિની બદલવાની વ્યવસ્થા છે ?
    સભાસદ થતા ફોર્મમાં બે નોમિનીને નિયુકત કરી શકો છે. ત્યારબાદ તેમાં ફેરફાર કરવો હોઈતો જરૂરી કાર્યવાહી કરી તેમાં ફેરફાર થઇ શકે છે.
     
    સ. સભાસદ થતા ADFCની રકમ લેવાય છે તે પરત આપવામાં આવે છે કે કેમ ?
    સભાસદ થતા ભરેલ ADFCની રકમ સભ્યના અવસાન પછી તેના નોમિનીને મળવાપાત્ર રકમની અંદર ઉમેરીને કુલ રકમનો ચેક મોકલવામાં આવે છે.

    * ડેઈથ કલેમની રકમ હક્કની છે સ્વમાન અને સન્માનપૂર્વક સ્વીકારે છે.

    * ડેઈથ કલેમ અંગે કોઈ વિવાદ કે કોર્ટમેટર આજ દિન સુધી નથી.